દારૂ વેચવાને રવાડે ચડેલ ચોકીદાર પોલીસની ઝપટે ચડ્યો

- text


વઘાસિયા ટોલનાકે હોટલ બાબા રામદેવ પાછળ વાંકાનેર પોલીસનો સફળ દરોડો

વાંકાનેર : વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ હોટલ બાબા રામદેવનો ચોકીદાર દારૂ વેચતો હોવાની બાતમીને આધારે વાંકાનેર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ તથા બિયરનો રૂ. 28,750ના જથ્થા સાથે ચોકીદારને રંગે હાથ ઝડપી લીધો હતો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી મળેલ કે વધાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઇલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા (રહે. હાલ બાબા રામદેવ હોટલમા, મુળ રહે. રાજસ્થાન) બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામા ઇગ્લીશ દારૂનો જથ્થો દાટી રાખી તેમાથી વેચાણ કરે છે.

જે બાતમીના આધારે પોલીસ ટીમે રેઇડ કરતા બાબા રામદેવ હોટેલના પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની મેકડોવેલ્સ વ્હિસ્કી બોટલો નં-૭૦, કિ. રૂ. ૨૬,૨૫૦ તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-૧૫ કિ.રૂ.૧૫૦૦ તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.૧૦૦૦ સાથે આરોપી મદનલાલ નરસીંહરામ મીણા (ઉ.વ.૨૫, ધંધો-સિક્યુરીટી, રહે. હાલ વધાસીયા ટોલનાકા પાસે, મેટાઈલ્સ સીરામીકમા જવાના રસ્તા પાસે, બાબા રામદેવ હોટલમા, રહે.મુળ ઢોલારોડ, માંડલ, તા.જી. પાલી, રાજસ્થાન) ને કુલ મુદામાલ રૂ. ૨૮,૭૫૦ સાથે ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરેલ છે.

- text

આ સફળ કામગીરી પોલીસ ઈન્સપેકટર એચ.એન.રાઠોડ, એ.એસ.આઇ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ ભરતભાઈ આપાભાઇ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text