ટંકારાના સરાયા ગામના યુવાનનો અનોખો સેવાયજ્ઞ, જાતે ચકલીઘર બનાવી તેનું ફ્રીમાં કરે છે વિતરણ

- text


ટંકારા : કહેવાય છે કે ‘મન હોય અસ્થિર તેને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતો’ આ પંક્તિને સાર્થક કરતા મૂળ સરાયાનાં અને ટંકારામાં સ્ટેશનરીની દુકાન ચલાવતા હિતેષભાઈ પટેલે એકલા હાથે આપણાં ઘર આંગણાનું પક્ષી એવી ચકલીને બચાવવાનું બીડું ઝડપ્યુ હોય તેમ પોતે દુકાન ચલાવતા મળતા ફ્રી સમયમાં વેસ્ટડ ફાઇબર મટિરિયલ્સમાંથી આજીવન ચાલે તેવા મજબૂત ચકલી ઘર બનાવી તેનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે. પોતાની અથાગ મહેનત થકી અત્યાર સુધી તેઓએ ટંકારાની ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં તેમજ દુકાનો અને બગીચાઓમાં આ ચકલી ઘર પહોંચાડ્યા છે. તેમજ હજુ પણ અવિરત પણે આ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

- text

- text