ટંકારાની સરકારી હોસ્પિટલની દયનિય હાલતને લીધે લોકોમાં ભારે રોષ

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી પ્રત્યે કાયમ અન્યાય થતો હોવાની હૈયાવરાળ ઠાલવતા નગરજનો

ટંકારા : રાજ્યના મહામહીમ આચાર્ય દેવવ્રતજીના ગુરૂ વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આર્ય સમાજના સ્થાપક ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા જ્યા ઇન્દિરા ગાંધી, અટલબિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા, હાલ બિજેપી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ જે. પી. નડ્ડા, એમડીએચ મશાલાવાળા ધર્મપાલ ગુલાટી સહિત અનેક નામી અનામી હસ્તી જ્યા આવી ટંકારા ધરાને પાવન ગણાવી તે ટંકારા તાલુકા આખાની સરકારી હોસ્પિટલમાં 18 વર્ષથી એક એમ.ડી. ડોક્ટર નથી.

- text

એક લાખની વસતિ માટે સરકાર દરકાર ન લેતી હોય એમ સરકારી દવાખાનું ખુદ માંદગીના બિછાને પડ્યુ છે. સ્ત્રીને દુખાવો કે દર્દ થાય તો ગાઈનેક નથી. અકસ્માત કે કોઈ નાની મોટી ભાંગતોડ માટે ઓર્થોપેડિક ડોક્ટર નથી. તો આવી સિવિલ હોસ્પિટલ શામાટે? આઝાદીના પ્રથમ ઉદ્બોધક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહિદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝથી લઈ અનેક ક્રાંતિકારી જેને આઈડલ માનતા એવા ઋષિની ભુમીને દુખાવામાથી રાહત ક્યારે મળશે એ મહત્વની વાત છે.

- text