MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદામાં સીમિત સુધારો, ક્રૂડ તેલ ઢીલુ

- text


મેન્થા તેલમાં 202 ટનથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.44.70 ની નરમાઈ : કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિ

બુલડેક્સ ફ્યુચર્સમાં 78 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 75 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,03,654 સોદાઓમાં કુલ રૂ.9,191.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.8 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.65 સુધર્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઢીલું હતું, જ્યારે નેચરલ ગેસમાં સુધારો હતો.

કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલમાં 202 ટનથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં કિલોદીઠ રૂ.44.70ની નરમાઈ હતી, જ્યારે કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 78 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 75 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 58,671 સોદાઓમાં કુલ રૂ.4,503.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,965ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,118 અને નીચામાં રૂ.46,865 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.46,933ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.178 વધી રૂ.37,939 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.4,637ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,014 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,344 અને નીચામાં રૂ.67,814 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.65 વધી રૂ.67,938 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 23,084 સોદાઓમાં કુલ રૂ.1,625.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,502ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,517 અને નીચામાં રૂ.5,486 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.7 ઘટી રૂ.5,496 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.70 વધી રૂ.263.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,289 સોદાઓમાં રૂ.255.58 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,272.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1282 અને નીચામાં રૂ.1272.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 વધી રૂ.1,276 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,850 અને નીચામાં રૂ.16,850 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.197 વધી રૂ.16,850ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1049.80 અને નીચામાં રૂ.1037.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 વધી રૂ.1047.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.44.70 ઘટી રૂ.1,078.30 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 વધી રૂ.24,480 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,979 સોદાઓમાં રૂ.2,082.24 કરોડનાં 4,432.279 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,692 સોદાઓમાં કુલ રૂ.2,421.44 કરોડનાં 352.495 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 5,455 સોદાઓમાં રૂ.424.43 કરોડનાં 7,71,500 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,629 સોદાઓમાં રૂ.1,201.45 કરોડનાં 4,55,71,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 267 સોદાઓમાં રૂ.19.53 કરોડનાં 7900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 463 સોદાઓમાં રૂ.22.14 કરોડનાં 202.32 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.44 કરોડનાં 26 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,523 સોદાઓમાં રૂ.213.21 કરોડનાં 21,190 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,390.600 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 568.852 ટન, ક્રૂડ તેલમાં 9,71,500 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,09,60,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 44 ટન, કોટનમાં 175525 ગાંસડી, મેન્થા તેલમાં 209.880 ટન, રબરમાં 104 ટન, સીપીઓમાં 68,030 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,093 સોદાઓમાં રૂ.85.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 590 સોદાઓમાં રૂ.45.71 કરોડનાં 629 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 503 સોદાઓમાં રૂ.40.02 કરોડનાં 534 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,640 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 594 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,515ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,578 અને નીચામાં 14,500ના સ્તરને સ્પર્શી, 78 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6 પોઈન્ટ વધી 14,520ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,001ના સ્તરે ખૂલી, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ ઘટી 14,967ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,102 સોદાઓમાં રૂ.496.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.135.21 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4.54 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.356.40 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.272 ખૂલી, ઊપરમાં રૂ.292 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.16 ઘટી રૂ.253 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,900 ખૂલી, ઊપરમાં રૂ.2,030 અને નીચામાં રૂ.1,860.50 રહી, અંતે રૂ.43 ઘટી રૂ.1,912 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.143 ખૂલી, ઊપરમાં રૂ.170 અને નીચામાં રૂ.143 રહી, અંતે રૂ.0.60 ઘટી રૂ.160.80 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.45,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.127 ખૂલી, ઊપરમાં રૂ.147.50 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.6.50 વધી રૂ.144 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4,090.50 ખૂલી, ઊપરમાં રૂ.4,090.50 અને નીચામાં રૂ.4,090.50 રહી, અંતે રૂ.84.50 ઘટી રૂ.4,090.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.158 ખૂલી, ઊપરમાં રૂ.166.50 અને નીચામાં રૂ.153.50 રહી, અંતે રૂ.4.70 વધી રૂ.163.50 થયો હતો.

- text