વાંકાનેરમાં ગાજવીજ સાથે પોણો ઈંચ વરસાદ

- text


વાંકાનેર અને આજુબાજુના ચારેક ગામમાં જ વરસાદ

વાંકાનેર : મોરબી જિલ્લામાં સાંજના સમયે ઘનઘોર વાદળો છવાયા બાદ વાંકાનેરમાં ગાજવીજ સાથે અડધોથી પોણો ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વાંકાનેર અને આજુબાજુના ચારેક ગામોમાં સતત અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે, જિલ્લામાં અન્યત્ર વરસાદ વરસ્યો નથી.

- text