MCX ડેઈલી રિપોર્ટ : સોનામાં ઉછાળો, ચાંદીમાં ગાબડું

- text


કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.350નો ઉછાળો 

ક્રૂડ તેલ, કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો : રબરમાં ઘટાડો

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,877 સોદાઓમાં કુલ રૂ.11,999.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.91 વધ્યો હતો, જ્યારે  ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.555 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટીને ટ્રેડ થઈ રહી હતી.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને સુધરી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.350નો ઉછાળો હતો. સીપીઓ, કપાસ અને મેન્થા તેલ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, સામે રબર નરમ બંધ થયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 68 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 310 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 63,635 સોદાઓમાં કુલ રૂ.3,901.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,509ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,697 અને નીચામાં રૂ.48,472ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.91 વધી રૂ.48,614ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.38,965 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,796ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,791 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,791 અને નીચામાં રૂ.71,202ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.555 ઘટી રૂ.71,324ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 28,191 સોદાઓમાં કુલ રૂ.1,895.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,244 અને નીચામાં રૂ.5,188ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.48 વધી રૂ.5,239 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.90 વધી રૂ.246.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 4,147 સોદાઓમાં રૂ.545.34 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,297ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1314 અને નીચામાં રૂ.1295ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.12.50 વધી રૂ.1307.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.17,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,297 અને નીચામાં રૂ.17,081ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.62 ઘટી રૂ.17,122ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,025.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1044 અને નીચામાં રૂ.1012.60ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.30 વધી રૂ.1024.30ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4 ઘટી રૂ.963 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 વધી રૂ.24060ના ભાવે બંધ થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,798 સોદાઓમાં રૂ.1,846.81 કરોડનાં 3,799.811 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 50,837 સોદાઓમાં કુલ રૂ.2,054.64 કરોડનાં 287.307 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,698 સોદાઓમાં રૂ.931.72 કરોડનાં 17,86,700 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,493 સોદાઓમાં રૂ.964.25 કરોડનાં 3,91,90,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 40 ટન અને રબરના વાયદાઓમાં 28 સોદાઓમાં રૂ.0.52 કરોડનાં 30 ટનના વેપાર થયા હતા. કોટનમાં 1,004 સોદામાં રૂ.104.23 કરોડનાં 43,475 ગાંસડીનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સીપીઓના વાયદાઓમાં 2,944 સોદાઓમાં રૂ.432.48 કરોડનાં 42,380 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,501.490 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 529.534 ટન, એલ્યુમિનિયમમાં 13,530 ટન, જસતમાં 13,075 ટન, તાંબામાં 16,830 ટન, નિકલમાં 3,024 ટન, સીસામાં 6,930 ટન, ક્રૂડ તેલમાં 11,80,000 બેરલ્સ અને નેચરલ ગેસમાં 3,99,30,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 28 ટન, કોટનમાં 197125 ગાંસડી, મેન્થા તેલમાં 90 ટન, રબરમાં 202 ટન, સીપીઓમાં 69,080 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,065 સોદાઓમાં રૂ.172.35 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 445 સોદાઓમાં રૂ.35.25 કરોડનાં 467 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,620 સોદાઓમાં રૂ.137.10 કરોડનાં 1,836 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,322 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,055 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,067ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,125 અને નીચામાં 15,057ના સ્તરને સ્પર્શી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6 પોઈન્ટ ઘટી 15,096ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,160ના સ્તરે ખૂલી, 310 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 395 પોઈન્ટ ઘટી 14,896ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 9,940 સોદાઓમાં રૂ.885.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.88.38 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.69.45 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.726.24 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.565 ખૂલી, ઊપરમાં રૂ.620.50 અને નીચામાં રૂ.548.50 રહી, અંતે રૂ.8 વધી રૂ.586.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.700 ખૂલી, ઊપરમાં રૂ.803 અને નીચામાં રૂ.700 રહી, અંતે રૂ.239.50 ઘટી રૂ.761 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.62 ખૂલી, ઊપરમાં રૂ.92.80 અને નીચામાં રૂ.62 રહી, અંતે રૂ.24.80 વધી રૂ.90.40 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.502 ખૂલી, ઊપરમાં રૂ.502 અને નીચામાં રૂ.470 રહી, અંતે રૂ.16 ઘટી રૂ.491.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.402 ખૂલી, ઊપરમાં રૂ.510 અને નીચામાં રૂ.402 રહી, અંતે રૂ.120 વધી રૂ.480 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.5,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.67 ખૂલી, ઊપરમાં રૂ.76 અને નીચામાં રૂ.49.80 રહી, અંતે રૂ.21.70 રૂ.51.50 થયો હતો.

- text