હળવદ : બ્રાહ્મણી ડેમમાથી નીકળતી કેનાલની સરખી રીતે સફાઈ કરવાની માંગ

- text


કોન્ટ્રાક્ટરો ચાલુ કેનલની માત્ર ઉપરથી જ સફાઈ કરતા હોય કેનાલના તળિયે માટી યથાવત રહેતી હોવાની રાવ

હળવદ : હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમમાથી નીકળતી કેનાલ સતત ચાલતી હોવાના કારણે તેમાં પાણીની સાથે સાથે માટી પણ આવતી હોય છે અને એ માટી કેનાલના તટ પર બેસી જાય છે જેથી કેનાલનું લેવલ ખોરવાય જાય છે અને છેવાડે પાણી પહોંચવામાં મુશ્કેલી થાય છે. સાથે કેનાલનું લેવલ ઉંચુ થય જાય છે.

- text

આ અંગે હાર્દિક મલાસણા નામના જાગૃત નાગરિકે જણાવ્યું કે કેનાલની સફાઈ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરીને તેને સાફ કરવામાં આવે છે. પણ સરકાર અને પબ્લિકના રૂપિયાના ધુમાડા કરતા કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કેનલમાથી સાફ કરવામાં આવે છે. જેથી એ લોકો ઉપર ઉપરથી કચરો લ્યે છે અને જલદીથી કામ પૂરું કરી નાખે છે. સરકારને ખાલી બતાવવામાં આવે છે કે સાફ સફાઈ કરવામાં આવે છે. પરંતુ વાત માટી બહાર કાઢવાની છે એ માટી તો કેનાલના તળિયામાં જ રહે છે.

- text