શ્રેષ્ઠ બગીચાવાળી શાળાની સ્પર્ધામાં હળવદ તાલુકાની શાળા વિજેતા

- text


હળવદ : IIT-ગાંધીનગર દ્વારા આયોજિત શ્રેષ્ઠ બગીચાવાળી શાળાની સ્પર્ધામાં હળવદ તાલુકાની ઓકિસજન પાર્ક બનેલી મેરૂપર શાળા વિજેતા થઇ છે. આમ, ગ્રીન સ્કૂલ બનેલી મેરૂપર શાળા એ મોરબીનું ગૌરવ વધાર્યું છે.

કોરોના કાળમાં લોકો ઓક્સિજન માટે વલખાં મારતા હતા ત્યારે સૌને સતત ઓકિસજન પૂરું પાડતા વૃક્ષોનું મહત્વ સમજાયું અને લોકો અનેક જગ્યા એકી સાથે અનેક વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરી રહ્યા છે. તાજેતરમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી છે. આ દિન નિમિત્તે આઇ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતની શાળાએ વિકસાવેલી ફૂલવાડી, હરિયાળીના ચાર ફોટો વોટ્સ એપના માધ્યમથી ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા

જેમાંથી ઉત્તમોત્તમ પાંચ ફોટો એટલે કે શ્રેષ્ઠ પાંચ બગીચાવાળી સ્કૂલને પ્રોત્સાહિત કરવા ઓનલાઇન સ્પર્ધા યોજેલ હતી. જેમાં હળવદ તાલુકાની મેરુપર પે સેન્ટર શાળાએ ઉપર મુજબના ફોટો મોકલી ભાગ લીધેલ હતો. ગુજરાતની ઘટાદાર અને સુંદર બગીચા ધરાવતી શાળા તરીકે મેરુપર પે સેન્ટર શાળા પસંદગી પામી છે. મેરુપર શાળાના 4 ફોટોસ ટોપ 5મા સ્થાન પામેલ છે. એટલે કે ગાર્ડન એરિયા ધરાવતી ગુજરાતની ટોપ 5 શાળામા મેરુપર પે.સે. શાળા આઈ.આઈ. ટી.ગાંધીનગર દ્વારા પસંદગી પામીને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

- text

- text