ખેડૂતોને વળતર વગર જ ખેતરમાં વીજપોલ ઉભા કરાતા ખેડૂતોમાં રોષ : ઘર્ષણ

- text


હળવદના પંસારી પંથકમાં જેટકોની દાદાગીરી સામે આત્મવિલોપનની ચીમકી આપનાર બે સહીત પાંચ ખેડૂતોની અટકાયત

હળવદ : હળવદ પંથકમાં વીજલાઇન મામલે લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે આજે પંસારી વિસ્તારમાં ખેડૂતોને વળતર ચુકવવાની કોઈ સ્પષ્ટતા વગર ઉભા કરાયેલ વીજપોલમાં વીજવાયર દોડાવવા મામલે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે પાંચ ખેડૂતોની અટકાયત કરી લેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.

લાકડીયા વીજ લાઈનનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં હળવદના પંસારી વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર જ મસમોટા વીજપોલ ઉભા કરી હેવી વીજભાર વહન કરતી વીજલાઇન નાખવા પોલીસ પ્રોટેક્શન સાથે જેટકોની ટિમ પહોંચી જતા ખેડૂતો અને વીજ કંપનીના અધીકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

- text

બીજી તરફ દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાંથી વીજલાઇન પસાર કરવાના વિરોધમાં બે ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હોવાથી આજે આ વિવાદ સમયે પોલીસે આત્મવિલોપનની ચીમકી આપનાર બે ખેડૂત ઉપરાંત અન્ય ત્રણ ખેડૂત મળી કુલ પાંચ ખેડૂતોની અટકાયત કરી લેતા જેટકો કંપનીના અધિકારીઓ ખેડૂતોને દબાવતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોના પરિવારજનો અને બાળકોએ રોકકડ કરી મુક્ત મામલો તંગ બન્યો હતો.

- text