માળિયાના દેવગઢ ગામે મેડિકલ દવા અને ઓક્સિજનની સહાય આપતું દેવ સોલ્ટ પ્રા.લી.

- text


માળિયા : માળિયાના દેવગઢ ગામે અગ્રણી કાનાભાઈ સવસેટા, સરપંચ વિક્રમભાઈ સવસેટા દ્વારા ડો. દીવ્યમ ધોકીયાની મદદથી આઇસોલેશન રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ આઇસોલેશન રૂમ ચાલુ કરવા માટે તેમણે દેવ સોલ્ટ પાસે દવાઓ અને ઓક્સિજનના બાટલાની સહાયની રજુઆત કરેલી હતી. જેના અનુસંધાને આ સરાહનીય સેવા માટે દેવ સોલ્ટ પ્રા.લી.ના એમ.ડી. હિરેન્દ્રસિંહ ઝાલાએ સિનિયર કર્મચારીઓ વિવેકભાઇ ધુણા, રમજનભાઈ જેડા અને જયરાજસિંહ જાડેજાને સૂચન આપતા તેઓએ તાત્કાલિક દવાઓ અને ઓક્સિજનના બાટલા પહોંચતા કર્યા હતા.

- text

- text