લીલાપર ગામે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

- text


રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પનું ગોઠવાતું આયોજન

મોરબી : મોરબીના રાજપર ગામને કોરોના મુક્ત કરવા માટે સમસ્ત ગામ દ્વારા થોડા સમય અગાઉ કોરોના ટેંસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજપર ગામની શેરીએ-શેરીએ લોકોનું કોરોના ટેંસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે રાજપર ગામમાં કોરોના ટેંસ્ટિંગ પૂર્ણ થયું છે. ત્યારબાદ હવે આજુબાજુમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકોનું ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જ્યારે રાજપર ગામની આજુબાજુમાં આવેલ લીલાપર ગામમાં યુવાનોની રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા કોરોના ટેંસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લીલાપર ગામના 100 જેટલા લોકોના કોરોના ટેંસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

- text

 

- text