યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ સેન્ટરના મેડિકલ સ્ટાફનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરતા લાખાભાઈ જારીયા

- text


એમ.ડી. અને 7 તબીબો મળી કુલ 12 લોકોના સ્ટાફનો પગારખર્ચ ચુકવવા તત્પરતા દેખાડી પાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈએ પોતાની ઉદારતાનો પરચો આપ્યો

મોરબી : મોરબીમાં કોરોના દર્દીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરને દાતાઓ ઉદરહાથે સહાય આપી રહ્યા છે. જેમાં આજે પાલિકાના પૂર્વ પ્રમુખ અને સેવાકાર્યોમાં સતત અગ્રેસર રહેતા લાખાભાઈ જારીયા દ્વારા મેડિકલ ટીમના પગારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાત મંદોની મદદ માટે તત્પર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમજના દર્દીઓની વહારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક સમાજ શ્રેષ્ઠીઓ વહારે આવી રહ્યા છે.

- text

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા અહીંના મેડિકલ સ્ટાફનો પગરનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં એક એમડી તેમજ 7 જેટલા તબીબો મળી કુલ 12નો મેડિકલ સ્ટાફ કાર્યરત છે. જેનો તમામ ખર્ચ ઉઠાવવાની સાથે જરા પણ ખચકાયા વગર હજુ વધુ મેડિકલ સ્ટાફ ગોઠવવા પણ લાખાભાઈએ હાંકલ કરી છે. ઉલ્લેખનિય છે કે લાખાભાઈ જારીયાએ અગાઉ પણ આફતના સમયે લોકસેવા કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા આવ્યા છે અને કોરોનાના કપરાકાળમાં પણ તેઓ સેવાકાર્યો કરવામાં અગ્રેસર રહ્યા છે.

- text