મોરબીની સરકારી હોસ્પિટલમાં સ્વયમ સેવક સંઘ દ્વારા હાથ ધરાયુ સ્વચ્છતા અભિયાન

- text


મોરબી : મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 5:30 વાગ્યાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 15 સ્વયંસેવક દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા સરકારી હોસ્પિટલના મેદાનમાં સફાઈ કરવામાં આવી હતી અને કચરાને ત્યાં જ સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા,મોરબી જીલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા અન્ય સ્વયંસેવક જોડાયા હતા.

- text

- text