માળીયામાં જાહેરમાં તીનપતિ રમતા ત્રણ ઝડપાયા

- text


માળીયા : માળીયા (મી.) પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા મીયાણા ટાઉનમા વાડા વિસ્તારમા આવેલ આંગણવાડીની બાજુમા જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા આરોપી ઓહાજીભાઇ અબ્દુલભાઇ જામ, રસુલભાઇ વલીમામદભાઇ માણેક, રહીમભાઇ ગગાભાઇ જેડાને રોકડા રૂપીયા-૨૮૩૦ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text