મોરબી : ઘુટું કોવિડ કેર સેન્ટરમાં 50 બેડનો વધારો કરાયો

- text


હવેથી 100 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકશે

મોરબી : મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ સરકારી.પોલી ટેક્નિકલ કોલેજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના પ્રકોપને કારણે દર્દીઓનો રાફડો ફાટતા આ કોવિડ કેર સેન્ટર પણ હાઉસફુલ થઈ ગયું હતું. આથી, વધુને વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કોવિડ કેર સેન્ટરમાં વધારાની 50 બેડની ક્ષમતા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

મોરબીમાં ગત વર્ષે જ કોરોના મહામારી વકરતા ઘૂટું ગામ પાસે આવેલ સરકારી પોલી ટેક્નિકલ કોલેજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ કોરોના અંકુશમાં આવતા અને દર્દીઓ ઘટવાથી ઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા 12 દિવસથી કોરોનાએ ફરી તેજ રફતાર પકડી છે અને કોરોનાના દર્દીઓમાં જબરો ઉછાળો આવ્યો છે. આથી, ઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 50 જ બેડ હોય અને દર્દીઓ મોટી સંખ્યામાં હોવાથી ભારે હાલાકી પડતી હતી. પરિસ્થિતિને ધ્યાને લઈને હવે આ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેથી, હવે કુલ 100 બેડની સુવિધા થઈ છે.

- text