લાલબત્તી! તરૂણ સાથે પ્રેમમાં પડેલી તરૂણીએ ઘર છોડ્યું, માતાએ પીછો કર્યો તો આત્મહત્યા કરવા પ્રયાસ

- text


મોરબીમાં આપઘાત કરવા જીદે ચડેલી તરૂણીને નવજીવન આપતી ટીમ અભયમ

મોરબી : મોરબીમાં અપરિપક્વ ઉંમરે પ્રેમ સંબંધના લાલબત્તીરૂપ એક કિસ્સામાં ટીમ 181 અભયમે તરૂણીને આપઘાત કરવાના વિચારમાંથી બહાર કાઢી નવજીવન આપ્યું છે, પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી મોરબીની એક તરૂણીને તરૂણ સાથે પ્રેમના કૂંપળો ફૂટ્યા બાદ તરૂણી ઘર છોડીને જતી રહેતા માતાએ પીછો કરી ઘેર લાવતા તેણીએ આપઘાત કરવાના સતત પ્રયત્ન કરતા માતાએ ટીમ 181ની મદદ માંગી હતી અને અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી આ તરૂણીને નવજીવન આપ્યું છે.

બે દિવસ પૂર્વે ટીમ અભયમને એક ગભરાયેલા માતાનો કોલ કોલ આવ્યો હતો કે મારી દીકરી સતત આપઘાત કરવાના વિચારો કરી રહી છે. જેથી કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલા અને કોન્સ્ટેબલ વિલાસબેન સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.

- text

દરમિયાન ટીમ અભયમ સમક્ષ કાઉન્સિલિંગ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવે હતી અને આ તરૂણી એક તરૂણના પ્રેમમાં હોવાનું તેણીએ જણાવ્યું હતું, ઉપરાંત તરૂણી ઘર છોડીને જતી રહેતા માતાએ પીંછો કરી તરૂણીને મહામહેનતે ઘરે પરત લાવ્યાનુ પણ કાઉન્સિલિંગમાં બહાર આવ્યું હતું.

બાદમાં તરૂણીની માનસિક સ્થિતિ સ્વસ્થ કરી અભયમના કાઉન્સિલર સ્ટાફે આ ઉંમર પ્રેમ કરવાની નહિ સારો અભ્યાસ કરી કેરિયર બનાવવાની હોવાનું જણાવી તરૂણીના મનમાંથી પ્રેમનું ભૂત ઉતારતા તરૂણી પણ સાચી સ્થિતિ સ્વીકારી મનમાંથી આપઘાતનો વિચાર કાઢ્યો હતો.

નોંધનીય છે કે તરૂણીને પિતાની છત્રછાયા પણ નથી અને ભાઈનો સહારો પણ નથી ઉપરાંત ચાર બહેનો હોય માતા ઉપર આવી પડેલી આ ઉપાધિ ટીમ અભયમે દૂર કરી તરૂણીને નવજીવન આપતા તરૂણીના માતા હાલ મોરબી છોડી પોતાના વતન જવા નીકળી ગયા છે.

- text