હદ છે! મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની ચાવી ખોવાઈ જતા મૃતદેહ રઝળ્યો

- text


ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ અંતે તાળું તોડી પીએમ માટે કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : અંધેર વહીવટ ધરાવતી મોરબી સિવિલમાં કોરોના કાળમાં દર્દીઓ માટે જગ્યા ન હોવી, ઓક્સિજન ખૂટી પડવો જેવી ઘટનાઓ રોજની બની છે. ત્યારે આજે તો પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ખોવાઈ જતા ત્રણ-ત્રણ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો જો કે બાદમાં તાળું તોડી મૃતદેહની પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં વિશિપરા વિસ્તારમાંથી યુવાનને હોસ્પિટલ લાવતા સમયે જ મૃત્યુ નિપજતા મૃતદેહની પોસ્ટમોર્ટમ કરવાની ફરજ પડતા ડેડબોડી પીએમ રૂમ લઇ જવામાં આવી હતી.

- text

બીજી તરફ પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ખોવાઈ ગઈ હોવાનું જણાવી ફરજ પરના કર્મચારીએ જવાબદારી ખંખેરી નાખતા મૃતકના સગા વહાલા ખુબ જ હેરાન પરેશાન થયા હતા અને આરએમઓ સુધી ફરિયાદ કરવા છતાં ત્રણ કલાક સુધી મૃતદેહનો મલાજો જળવાયો ન હતો અને અંતમાં પીએમ રૂમના તાળા તોડી મૃતદેહની પીએમ વિધિ માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text