ધારાસભ્યની મહેનત રંગ લાવી : હળવદમાં એક નહીં પણ ત્રણ કોવિડ સેન્ટર ચાલુ કરાશે

- text


હળવદ સરકારી હોસ્પિટલમાં અને હાઇવે ઉપર તેમજ ચરાડવામાં મંગળવાર સુધીમાં કોવિડ કેર સેન્ટર ચાલુ થશે

હળવદ: હળવદમાં વધતા જતા કોરોનાના પ્રકોપને લઈ લોકોને સારવાર માટે રીતસરની રઝળપાટ કરવી પડતી હતી ત્યારે હળવદમાં કોવિડ સેન્ટર ચાલુ થાય તે માટેની ધારાસભ્યથી માંડી સામાજિક કાર્યકરો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી જેથી આખરે તંત્ર દ્વારા હળવદના એક નહિ પણ ત્રણ જગ્યા પર કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ કોવિડ સેન્ટર મંગળવાર સુધીમાં ચાલુ પણ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે

- text

હળવદમાં કોરોના પોઝિટિવ કેસ ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે પોઝિટિવ આવે દર્દીઓને સારવાર માટે દાખલ થવું હોય તો હળવદમાં કોવિડ સેન્ટર હજુ સુધી ચાલુ થઈ શક્યું નહોતું જેથી કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહીત સામાજિક કાર્યકર્તાઓએ પણ આરોગ્ય મંત્રીને અને આરોગ્ય અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી આખરે હળવદમાં હેરાન થતા દર્દીઓ સામે જોવાયું છે અને હળવદ સરકારી હોસ્પિટલમાં તેમજ હળવદ હાઈવે પર આવેલા અતિથિ ગેસ્ટ હાઉસમાં અને ચરાડવામાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાનું નક્કી કરાયું છે જોકે આ કોવિડ સેન્ટર આજ અથવા કાલ સુધીમાં ચાલુ થઇ જશે તેવું જાણવા મળી રહ્યું છે

મંગળવાર સુધીમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે જોકે હળવદ હાઈવે પર આવેલ અતિથિ ગેસ્ટ હાઉસમાં ૩૦બેડ, હળવદ સરકારી હોસ્પિટલમાં ૧૮ અને ચરાડવા ખાતે ૫૦બેડનુ કોવિડ કેર સેન્ટર નક્કી કરાયું છે જોકે હળવદ સરકારી હોસ્પિટલમાં ૧૦ બેડમાં ઓક્સિજન સાથેના નક્કી કરાયા છે જેથી જે દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો તેને ત્યાં સારવાર આપવામાં આવશે.

- text