સાંસદ વિનોદ ચાવડા, કલેકટર દ્વારા મોરબી માટે રેલવેના કોવિડ કોચ કેમ લાવી ન શકાય ?

- text


ભારતીય રેલવે પાસે અનેક કોવિડ હોસ્પિટલ જેવા કોચ તૈયાર પડ્યા છે : આરોગ્ય કટોકટીમાં મોરબી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

મોરબી : કોરોના મહામારીની પ્રથમ લહેર વખતે ભારતીય રેલવે દ્વારા દર્દીઓને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઓન વ્હીલ અંતર્ગત અનેક કોચ વાળી વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની સુવિધા વાળી ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને હાલમાં પણ આ હોસ્પિટલ જેવા કોચ ધરાવતી ટ્રેન સ્ટેન્ડ બાય પડી છે ત્યારે મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને કલેકટર ધારે તો આ ટ્રેનને મોરબી લાવી પ્રવર્તમાન સ્થિતિને કન્ટ્રોલ કરી શકે છે.

રેલવે દ્વારા પોતાના અનેક કોચને કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલમાં ફેરવી નાખી કોવિડ દર્દીઓની સારવાર માટે તૈયાર કર્યા છે જેમાં બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે હાલ મોરબીમાં કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે આ ટ્રેન મોરબીની પ્રજા માટે લાવવામાં આવે તો લોકોને રાજકોટ, જામનગર કે જૂનાગઢ જવાના ધક્કામાંથી મુક્તિ મળી જાય તેમ છે.

- text

ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસથી મોરબી શહેરની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલ હાઉસ ફૂલ છે ત્યારે રાજકોટ રેલવે દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 કવોરોન્ટાઈન અને આઈસોલેશન કોચ સહિતની તબીબી સુવિધા સહિતની 20 કોચની ખાસ ટ્રેન સ્ટેન્ડ ટૂ પડી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જો આ ટ્રેનને તાત્કાલિક મોરબી લાવવામાં આવે તો અનેક કોરોના પેશન્ટના અકાળે થતા મોત અટકાવી શકાય તેમ છે.

રેલવેના આ ખાસ કોવિડ-19 કવોરોન્ટાઈન કમ આઈસોલેશન કોચમાં સારવાર માટે તંત્ર સમક્ષ અગાઉ તૈયારી બતાવવામાં આવી હતી ત્યારે મોરબી કલેકટર અને સાંસદ રાજકોટ રેલવે પાસે પડેલી 20 કોચની આ ટ્રેન વહેલામાં વહેલી તકે મોરબી લાવે તો હાલમાં પડતી તમામ મુશ્કેલી તુરંત દૂર થઈ શકે તેમ હોવાનું મનાય રહ્યુ છે.

આ ટ્રેનમાં કોચ દીઠ જરી બેડ, પડદા, ટોઈલેટ, સેનીટેશન સુવિધા, ઓક્સિજન, અગ્નિશમન વ્યવસ્થા પણ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text