માળીયામાં ધારદાર છરી સાથે નીકળેલા ત્રણ ઝડપાયા

- text


માળીયા : માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે માળીયા ત્રણ રસ્તા પાસે પેન્ટના નેફામાં પ્લા.ના હાથા વાળી સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી સાથે નીકળેલા આરોપી અભ્રરામભાઇ સલીમભાઇ માણેક (ઉ.વ.૨૨, ધંધો-મજુરી, રહે.વીશીપરા, કુલીનગર વાડી વિસ્તાર, મોરબી) ને ઝડપી લીધો હતો.

- text

આ ઉપરાંત માળીયા પોલીસે ગઈકાલે તા.૫ ના રોજ માળીયા ત્રણ રસ્તા પાસે પોતાના પેન્ટના નેફામાં પ્લા.ના હાથા વાળી સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી સાથે નીકળેલા આરોપી યાસીનભાઇ ફૈઝુભાઇ કટીયા (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે.માળીયા લોધીવાસ) ને છરી સાથે ઝડપી લીધો હતો. તેમજ પોલીસે માળીયા ત્રણ રસ્તા પાસે પોતાના પેન્ટના નેફામાં પ્લા.ના હાથા વાળી સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી સાથે નીકળેલા આરોપી સદિક સુભાનભાઇ સમાણી (ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રહે.ભાડ ફરીયામા, માળીયા મી.) ને છરી સાથે ઝડપી લીધો હતો. માળીયા પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text