ટંકારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી

- text


વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે રજૂઆત કરી

ટંકારા : આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે દોડી ગયા હતા. અને દર્દીના દર્દને સાંભળી સાથે સાથે ડોક્ટરની માંગણી અને મુશ્કેલીની માહીતી મેળવી તેને દુર કરવા માટે સરકારને રજૂઆત કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. વી. બી. ચિખલિયા દ્વારા વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને રસિકરણ ઉપરાંત તાવ, શરદી અને કોરોનાની સારવાર વિશે વાત કરી હતી.

ડો. દવે દ્વારા લોકોને ગભરાટ કે તનાવથી દુર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ઈન્ચાર્જ અધિકારી ડો. બ્રિજેશ મુગરા સાથે તાલુકાની સ્થિતિ જાણી હતી. ત્યારે આરોગ્ય રથ માટે ઘટતા કર્મચારીઓ અંગે જીલ્લા આરોગ્ય વિભાગને સુચના આપી તાકીદે યોગ્ય કરવા જણાવ્યું હતું.

- text

આ ઉપરાંત, ડો. જે. એમ. કતિરાના માર્ગદર્શન હેઠળ આપેલ સુચનામાં તાવ, શરદી, ઉધરસની દવા વિનામૂલ્યે ધન્વન્તરિ રથ ઉપર મળી રહશે, જેનો લાભ લેવા જણાવ્યું છે. સાથે વાયરસ તાવ કે ઝાડા જેવા કેસમાં તાત્કાલિક કોરોના ટેસ્ટિંગ નહીં કરી ત્રણ દિવસ દવા લઈ હોમ કવોરન્ટેન રહેવાની વાત કરી હતી. તેમજ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે મેડિકલ ટીમ તાલુકામાં તૈનાત છે. તેઓને લોકોએ સાથ સહકાર અને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

- text