કોટનમાં ૩૫,૩૨૫ ગાંસડીનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૮૩,૫૫૦ ગાંસડીના સ્તરે

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચ: ક્રૂડ તેલમાં પણ વૃદ્ધિ: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: મેન્થા તેલ વધ્યું: પ્રથમ સત્રમાં રૂ.૧૨૯૩૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં વાયદા બજાર એમસીએક્સ પર ૧૯૧૨૬૨ સોદામાં રૂ.૧૨૯૩૬.૭૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૩૫,૩૨૫ ગાંસડીનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૮૩,૫૫૦ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. સીપીઓ, કપાસ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈના માહોલ સામે મેન્થા તેલ સુધર્યું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૧૭૯૮ સોદાઓમાં રૂ.૭૪૫૯.૪૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૮૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૨૯૯ અને નીચામાં રૂ.૪૪૮૩૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭ વધીને રૂ.૪૪૮૭૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૧૦૨ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬ વધીને બંધમાં રૂ.૪૪૮૯૪ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૪૭૦ અને નીચામાં રૂ.૬૭૨૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૦ વધીને રૂ.૬૭૫૧૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૩૦૯ વધીને રૂ.૬૭૫૯૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૩૧૫ વધીને રૂ.૬૭૫૯૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૫૮૬૮ સોદાઓમાં રૂ.૧૭૮૯.૨૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૬૪૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૦૦ અને નીચામાં રૂ.૪૬૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને રૂ.૪૬૮૯ બંધ રહ્યો હતો.કૃષિ કોમોડિટીઝમાં ૪૯૩૦ સોદાઓમાં કુલ રૂ.૭૧૬.૪૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦૮૦ અને નીચામાં રૂ.૨૧૮૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦ ઘટીને રૂ.૨૧૯૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૧૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨.૪ ઘટીને બંધમાં રૂ.૧૦૯૫.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૦.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૫.૧ અને નીચામાં રૂ.૯૪૮.૬ રહી, અંતે રૂ.૯૫૨.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૮૨ અને નીચામાં રૂ.૧૨૭૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૨૭૭.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૦૫૦ના સ્તરે ખૂલી, અંતે રૂ.૪૦૮ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૭૯૧ના સ્તરે બંધ થયો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૨૧૫૨ સોદાઓમાં કુલ રૂ.૩૬૨૯.૩૬ કરોડ ની કીમતનાં ૮૦૪૦.૫૯૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૯૬૪૬ સોદાઓમાં કુલ રૂ.૩૮૩૦.૦૯ કરોડ ની કીમતનાં ૫૬૩.૨૫૭ ટન, ક્રૂડ તેલમાં ૧૬૯૭૮ સોદાઓમાં રૂ.૧૧૨૧.૦૨ કરોડનાં ૨૪૦૨૬૦૦ બેરલ્સ, કોટનમાં ૭૯૯ સોદાઓમાં રૂ.૭૮.૦૩ કરોડનાં ૩૫૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૪૦૫૪ સોદાઓમાં રૂ.૬૩૫.૯૮ કરોડનાં ૫૮૫૩૦ ટન, મેન્થા તેલમાં ૧૧ સોદાઓમાં રૂ.૧.૧૩ કરોડનાં ૧૧.૮૮ ટન, રબરમાં ૫૯ સોદામાં રૂ.૧.૧૩ કરોડનાં ૬૬ ટન, કપાસમાં ૭ સોદાઓમાં રૂ.૧૭.૮૯ લાખનાં ૨૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૫૭૭.૩૨૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૦૯.૯૩૩ ટન, ક્રૂડ તેલમાં ૫૨૮૦ બેરલ્સ, કોટનમાં ૨૮૩૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૦૧૧૦ ટન, મેન્થા તેલમાં ૫૬.૧૬ ટન, રબરમાં ૬૭૦ ટન અને કપાસમાં ૧૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૪૫ અને નીચામાં રૂ.૩૪૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૫ અને નીચામાં રૂ.૨૬૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬૩.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦૦ અને નીચામાં રૂ.૧૭૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૦૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૦૦ અને નીચામાં રૂ.૧૩૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪૭.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૩.૧ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૫ અને નીચામાં રૂ.૧૬૩.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૯.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૨.૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૦.૭ અને નીચામાં રૂ.૧૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦ બંધ રહ્યો હતો.

- text