ધૂમ સ્ટાઇલ બાઈકર ગેંગને કાબુમાં લેવા ખુદ એસપી મેદાને : વધુ 23 ઝડપાયા

- text


મયુરપુલ ઉપર સતત બે કલાક ટ્રાફિક ડ્રાઇવમાં એ,બી ડિવિઝન પોલીસ અને ટ્રાફિક શાખાનું સતત ચેકીંગ : ચાર પીધેલા પણ ઝપટે : પ્રેસ પોલીસના ચિતરામણ કરનારા પણ હડફેટે ચડ્યા

મોરબી : મોરબીમાં ધૂમ સ્ટાઇલ બાઇક હંકારી સ્ટંટ કરનારા તત્વો સામે શરૂ થયેલી કડક ઝુંબેશ આજે વધુ કડક બની હતી અને ખુદ જિલ્લા પોલીસવડા પણ આ ઝુંબેશમાં જોડાતા બે કલાકમાં ધૂમ સ્ટાઇલ બાઇક ચાલકો સાથે ઘોંઘાટીયા બુલેટ ચાલકો મળી કુલ 23 ઈસમો સામે પગલાં લેવાયા હતા અને આ ટ્રાફિક ડ્રાઇવમાં ચાર પીધેલીયા શખ્સો પણ પોલીસની ઝપટે ચડી જતા મનોમન સ્ટંટમેનને ભાંડી રહ્યા હતા! આ ઝુંબેશમાં પ્રેસ પોલીસના ચિતરામણ કરનારા પણ હડફેટે ચડ્યા હતા.

મોરબીમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ સરાજાહેર ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બાઈકર્સના સ્ટંટ મામલે મોરબી અપડેટ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે આજ સાંજ સુધીમાં આવા 15 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી એ અને બી ડિવિઝન પોલીસે સંખ્યાબંધ બાઇક ડિટેઇન કરી છે જેમાં રાત્રીના 9 વાગ્યાથી મયૂર પુલ ઉપર પોલીસે ખાસ ડ્રાઇવ યોજી હતી જેમાં જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા પણ જોડાયા હતા.

જિલ્લા પોલીસવડાની સીધી જ હાજરી વચ્ચે એ ડિવિઝન, બી ડિવિઝન અને ટ્રાફિક પોલીસની ટીમે સતત બે કલાક ઝુંબેશરૂપે કામગીરી કરી ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવવા ઉપરાંત પ્રેસ, પોલીસના નામનો ખોટો ઉપયોગ કરનાર તેમજ ઘોંઘાટીયો આવાજ કરતા બુલેટ ચાલકોને નિશાને લઈ 23 બાઈકર્સ સામે પગલાં લેવામાં આવ્યા હતા.

- text

દરમિયાન પોલીસના આ ચેકીંગ દરમિયાન ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં નીકળેલા ચાર પીધેલીયા શખ્સો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા, આ મામલે ઇન્ચાર્જ ટ્રાફિક પીઆઇ જે.એમ.આલએ આ ઝુંબેશ કાયમી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.

- text