સવારે 09 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની 3 નગરપાલિકાઓમાં 6.57 ટકા મતદાન થયુ

- text


મોરબી પાલિકામાં 6.61 ટકા
માળીયા મી. પાલિકામાં 7.14 ટકા
વાંકાનેર પાલિકામાં 6.16 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લાની 3 નગરપાલિકાઓમાં 9:00 વાગ્યા સુધીમાં કુલ 6.57 ટકા મતદાન નોંધાયું હતું.

મોરબી નગરપાલિકામાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 78331 અને સ્ત્રી મતદારોની સંખ્યા 72320 આમ કુલ મળીને 150651 નોંધાયેલા મતદારો છે. જે પૈકી 6839 પુરુષ મતદારોએ જ્યારે 3119 સ્ત્રી મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 9958 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 8.73 ટકા પુરુષ મતદારોએ અને 4.31 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ મોરબી પાલિકામાં 6.61 ટકા મતદાન થયું છે.

- text

જ્યારે માળીયા મિયાણામાં કુલ 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 5242, મહીલા મતદારોની સંખ્યા 4786 મળીને કુલ 10028 મતદારો છે. જે પૈકી 550 પુરુષ અને 166 મહિલાઓએ મતદાન કર્યું છે. આમ કુલ 716 નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, 10.49 પુરુષ અને 3.47 મહિલાઓએ મતદાન કર્યું છે. આમ મતદાનની કુલ ટકાવારી 7.14 રહી છે.

વાંકાનેર પાલિકામાં જોઈએ તો કુલ 28 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં 15627 પુરુષ અને 14486 મતદારો મળી કુલ 30113 મતદાતાઓ નોંધાયા છે. જે પૈકી 1336 પુરુષ મતદારોએ અને 519 મહિલા મતદારોએ મતદાન કર્યું છે. આમ કુલ 1855 મત પડ્યા છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, 8.55 ટકા પુરુષ અને 3.58 ટકા મહિલાઓએ મતદાન કર્યું છે. જે કુલ 6.16 ટકા થવા જાય છે. આમ ત્રણેય પાલિકાઓમાં કુલ મળીને 6.57 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધીમાં થયું છે.

- text