મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતોમાં પ્રથમ બે કલાકમાં 9.41 ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો મોરબી, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં સવારે 7થી 9 વાગ્યા સુધીમાં સરેરાશ 9.41 ટકા મતદાન નોંધાયું છે.

મોરબી

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર કુલ 1,85,431 મતદારો છે. પ્રથમ બે કલાકમાં 13,251 પુરુષ અને 4288 મહિલા મળી કુલ 17,539 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ બે કલાકમાં અહીં 9.46 ટકા મતદાન નોંધાયું છે.

માળિયા

માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં કુલ 50,525 મતદારો છે. પ્રથમ બે કલાકમાં 3862 પુરુષ અને 1211 મહિલાઓ મળી કુલ 5073 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ બે કલાકમાં અહીં 10.04 ટકા મતદાન નોંધાયું હતું.

- text

ટંકારા

ટંકારા તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર કુલ 63,997 મતદારો છે. પ્રથમ બે કલાકમાં 4219 પુરુષ અને 1530 મહિલાઓ મળી કુલ 5749 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ બે કલાકમાં 8.98 ટકા મતદાન નોંધાયું હતું.

વાંકાનેર

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 1,34,529 મતદારો છે. પ્રથમ બે કલાકમાં 8920 પુરુષ, 3839 મહિલાઓ મળી કુલ 12759 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અહીં પ્રથમ બે કલાકમાં 9.48 ટકા મતદાન નોંધાયું છે.

હળવદ

હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં કુલ 1,03,024 મતદારો છે. પ્રથમ બે કલાકમાં 7209 પુરુષ અને 2266 મહિલાઓ મળી 9475 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહીં પ્રથમ બે કલાકમાં 9.20 ટકા મતદાન નોંધાયું હતું.

- text