મોરબી જિલ્લામાં દસ સ્થળે ઈવીએમ ખોટકાયાં

- text


મોકપોલ સમયે ટેક્નિકલ એરર આવતા ઈવીએમ બદલવા પડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આજે સવારે મોકપોલ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા જુદા-જુદા દસ સ્થળે ઈવીએમ બદલવા પડ્યા હતા જેમાં માળીયા તાલુકા પંચાયતની બગસરા બેઠક, જિલ્લા પંચાયતની ઢૂવા બેઠકના જામસર બુથ ઉપર, રવાપર બેઠકમાં રવાપર બુથ, જેતપર સીટમાં હરીપર બુથ, ઓટાળા બેઠકનું હીરાપર -1 બૂથમાં બે ઈવીએમ, મોરબી તાલુકા પંચાયતમાં ખરેડા બેઠકમાં ખરેડા બુથ, જેતપર ખાતે 4 નંબરના બૂથમાં, વાંકાનેર નગરપાલિકામાં વિસીપરા કન્યા શાળા અને મોરબી નગર પાલિકામાં વોર્ડ નંબર 10માં મેઘાણીની વાડી બૂથમાં ખોટકો આવતા કુલ 10 ઈવીએમ બદલવા પડ્યા હતા.

- text