મોરબી જિ. પં.ની 24 બેઠકો ઉપર પ્રથમ બે કલાકમાં 9.42 ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર આજે સવારે 7 વાગ્યાથી ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર કુલ મતદારોની સંખ્યા 5,41,566 છે. જેમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 37754 પુરુષો અને 13238 મહિલાઓ મળી કુલ 50992 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ પ્રથમ બે કલાકમાં 9.42 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

 

- text