મોરબીમાં સાંસદ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

- text


મોરબી : આજે રવિવારે સવારે 7 વાગ્યે શરૂ થયેલા જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં મતદાન શરૃ થઈ ચૂક્યું છે ત્યારે 8 વાગ્યે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ નીલકંઠ વિદ્યાલયમાં મતદાન કરી લોકશાહીને સ્થાપિત કરવાની તેમની ફરજ નિભાવી હતી. ડૉ. ભાડેસીયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે અન્ય મહાનુભાવો જોઈએ તો જયંતિ કવાડિયાએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટે ભાગે દરેક રાજકીય નેતાઓ વ્હેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લેતા હોય છે.

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સહપરિવાર મતદાન કર્યું

આરએસએસના પશ્ચિમ સંઘચાલક ડો. જયંતિ ભાડેશીયાએ પરિવાર સાથે કર્યું મતદાન

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયાએ પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ

સાંસદ મોહનભાઇ કુંડરિયાએ મતદાન કર્યું

- text

ખાખરેચી જીલ્લા પંચાયત ઉમેદવાર કેતન વિડજા એ મતદાન કર્યું

માળીયાના સરવડ ગામે ઉમેદવાર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયાએ પરિવાર સાથે લોકશાહી પર્વ ઉજવ્યો

- text