મોરબી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1થી7માં પ્રથમ બે કલાકમાં 5.27 ટકા મતદાન

- text


સવારે 9 વાગ્યા સુધીમાં 4160 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો : સૌથી વધુ વોર્ડ નં.2માં 6.94 ટકા અને સૌથી ઓછું વોર્ડ નં. 6માં 1.83 ટકા મતદાન

મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં સવારે 9 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ બે કલાકમાં 7 વોર્ડમાં સરેરાશ 5.27 ટકા મતદાન નોંધાયું છે.

- text

મોરબી નગરપાલિકાની આજે ચૂંટણી છે. ભારે ઉત્સાહ સાથે સવારે 7 વાગ્યાથી જ મતદારો મતદાન મથકો ખાતે મત આપવા પહોંચી ગયા હતા. નગરપાલિકાના સાતેય વોર્ડમાં કુલ 78946 મતદારો નોંધાયા છે. પ્રથમ બે કલાકમાં 2920 પુરુષ અને 1240 મહિલા મળી કુલ 4160 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નં. 1માં 6.43 ટકા, વોર્ડ નં.2માં 6.94 ટકા, વોર્ડ નં.3માં 5.70 ટકા, વોર્ડ નં. 4માં 6.08 ટકા, વોર્ડ નં.5માં 5.31 ટકા, વોર્ડ નં. 6માં 1.83 ટકા, વોર્ડ નં. 7માં 4.57 ટકા મતદાન નોંધાયું છે.

 

- text