મોરબી જિલ્લામાં રવિવારે કુલ 7,32,360 મતદારો ઉજવશે લોકશાહીનું પર્વ

- text


સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં યુવા મતદારો ઉપર સૌથી વધુ ઝોક : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 ટકા યુવા મતદારો

મોરબી : મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની રવિવારે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં આ વખતે યુવા મતદારોની નિર્ણાયક ભૂમિકા રહેશે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં કુલ મતદારોમાંથી 60 ટકા જેવા મતદારો યુવાનો છે. આથી, મોટાભાગના યુવા શિક્ષિત મતદારોનો જે તરફ ઝોક રહેશે તેનું પલડું ભારે રહેશે એમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જ્ઞાતિવાઇઝ ગણિતના આધારે મતોનો સોંગઠાબાજી કરતા ઉમેદવારો અને રાજકીય પક્ષો નિષ્પક્ષ રીતે આ યુવા શિક્ષિત મતદારોને આકર્ષી શકશે કે કેમ? જો યુવા મતદારો ઉદાસીન રહેશે તો એ સ્થિતિ દરેક રાજકીય પક્ષને ભારે પડશે.

મોરબી જિલ્લામાં મતદારોની ઉંમર વાઇઝ સ્થિતિ જોઈએ તો 18 થી 19 વર્ષના એટલે નવા અને પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરતા હોય તેવા આશરે 44,000 મતદારો છે.તેમજ 20 થી 29 વર્ષના 2,23,000 મતદારો, 30 થી 39 વર્ષના 1,50,000 મતદારો, 40 થી 49 વર્ષના 1,30,000 મતદારો, 50 થી 59 વર્ષના 1 લાખ મતદારો, 60 થી 69 વર્ષના 50 હજાર મતદારો, 70 થી 79 વર્ષના 25 હજાર, 80 વર્ષથી ઉપરના 10 હજાર મતદારો છે.જેમાંથી સૌથી વધુ 4,17,000 જેટલા યુવા મતદારો છે. જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7,32,360 જેટલા મતદારો મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહીનું પર્વ ઉજવશે.

- text

જ્યારે જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોની ચૂંટણીમાં 672 મતદાન મથકોમાં 281342 પુરુષ, 260224 સ્ત્રી , અન્ય ત્રણ મળી કુલ 541566 મતદારો, મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક માટે 228 મતદાન મથકોમાં 96277 પુરુષ, 89154 સ્ત્રી, અન્ય 2 મળી કુલ 185431 મતદારો, માળીયા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 67 મતદાન મથકોમાં 26708 પુરુષ, 23817 સ્ત્રી મળી કુલ 50525 મતદારો, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 123 મતદાન મથકોમાં 54379 પૂરુષ, 48645 સ્ત્રી,અન્ય એક મળી કુલ 103024 મતદારો, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 86 મતદાન મથકોમાં 34665 પુરુષ, 33392 સ્ત્રી મળી કુલ 68057 મતદારો, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 168 મતદાન મથકોમાં 69313 પુરુષ, 65216 સ્ત્રી મળી કુલ 134529 મતદારો તેમજ મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 143 મતદાન મથકોમાં 78331 પુરુષ, 72322 સ્ત્રી અન્ય એક મળી કુલ 150653 મતદારો,માળીયા મીયાણાના 6 વોર્ડની 24 બેઠકો માટે 13 મતદાન મથકોમાં 5242 પુરુષ, 4786 સ્ત્રી મળી કુલ 10028 મતદારો અને વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 33 મતદાન મથકોમાં 15627 પુરુષ, 14486 સ્ત્રી મળીને કુલ 30113 મતદારો મતદાન કરશે.

- text