ખાખરેચી જીલ્લા પંચાયત સીટ ઉપર કમળ ખીલાવશે કેતનભાઈ : બહોળો જનતા પ્રતિસાદ

- text


માળીયા : ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે 60 વર્ષની વય ઘરાવતા અને એક સીટ પર વારંવાર ચુંટાયેલા ઉમેદવારો ની જગ્યાએ વધુમાં વધુ સીટ ઉપર નવા ચહેરાઓને ઉતારીને ભારતીય જનતા પાર્ટીએ એક રાજકીય નવી દિશાની પહેલ કરી છે જેમનાં પરીણામ મહાનગરપાલિકાના રીઝલ્ટ પરથી જાણી શકાય છે

આ નવી રાજકીય પહેલના ભાગરૂપે ખાખરેચી 9 જીલ્લા પંચાયત સીટ પર મોરબી જિલ્લાની તમામ સીટમાં સૌથી નાની ઉંમરનાં કેતન વિડજા નામના નવ યુવાનને ઉતારવામાં આવ્યા છે, એજ્યુકેશન અને યુવા ઉધોગકાર તથા સામાજિક કાર્યમાં કેતનભાઈ વિડજાનું નામ આ પંથકમાં જાણીતું છે આજરોજ એમના મત વિસ્તાર રાસંગપર, નવાગામ, ધરમનગર, સોનગઢ, જશાપર, નાનીબરાર, દેવગઢ, જાજાસર જેવા ગામોમાં એમના ચુંટણી પ્રચાર દરમિયાન મતદારોનો બહોળી સંખ્યામાં પ્રતિસાદ જોવા મળી રહ્યો છે

આ નવ યુવાન ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, માર્કેટયાર્ડના મગનભાઈ વડાવિયા, જશાપર સરપંચ નિર્મલભાઇ, મુકેશભાઈ, આર કે પારેજીયા, વિજય ભાઇ સરડવા, તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા, બાબુભાઈ હુંબલ, હર્ષીતભાઇ કાવર, ડીડી જાડેજા, સતીષભાઈ કાવર, મનિષભાઇ કાંજીયા, અરજણભાઇ હુંબલ સહિતના રાજકીય આગેવાનો જોડાયેલા હતા.

- text

- text