મોટા દહિસરા બેઠક ઉપર અસ્મિતાબેન ચીખલીયાને ઠેર-ઠેર મળતો મતદારોનો આવકાર

- text


માળીયા : માળિયા મીયાણા તાલુકાની જીલ્લા પંચાયત સીટ જેમાં મોટા દહિસરા 14 જીલ્લા પંચાયત ના ઉમેદવાર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા આજરોજ ચુંટણી પ્રચાર અર્થે મહેન્દ્રગઢ, દેરાળા, મેઘપર, મોટીબરાર ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન દરેક ગામોમાં મતદારો એ બહોળી સંખ્યામાં હાજર રહી ખોબલે ખોબલે મત આપી બહુમતીથી જીતાડવાનો કોલ આપતા નજરે પડ્યા હતા.

જિલ્લા પંચાયતની મોટા દહીંસરા બેઠકના ભાજપના ઉમેદવાર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયાના ચુંટણી પ્રચાર દરમિયાન મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મગનભાઈ વડાવિયા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા, જયુભા જાડેજા, વિજય ભાઇ સરડવા, બાબુભાઈ હુંબલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયા હતા.

- text

- text