બળુ થયો બળવાન : મોટા દહિસરા જીલ્લા પંચાયત ભાજપના ફાળે જવાના સંકેત

- text


માળિયા મીયાણા તાલુકામાં મોટા દહિસરા 14 જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર અસ્મિતાબેન કિશોરભાઇ ચિખલીયાને ઠેર ઠેર મળતો પ્રતિસાદ

માળીયા : મોટા દહિસરા જીલ્લા પંચાયતની સીટ છેલ્લી બે ટર્મથી વ્યક્તિત્વ પ્રભુત્વના કારણે કિશોરભાઇ ચીખલીયા જીતતા આવ્યા છે આ વખતે મોટા દહિસરા જીલ્લા પંચાયત સીટ સામાન્ય મહિલાના ફાળે આવતા કિશોર ચીખલીયાના ધર્મપત્ની અસ્મિતાબેન કિશોરભાઇ ચિખલીયાએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે.

જિલ્લા પંચાયતની આ સીટ પર સતત બે ટર્મથી પોતાની કામ કરવાની શૈલી અને મિલનસાર સ્વભાવ ધરાવતા નાનામાં નાની વ્યક્તિ કે છેવાડાના વિસ્તારોના પ્રશ્રનો તાગ મેળવી તાત્કાલિકના ધોરણે લોકો વચ્ચે ખડેપગે રહેતા કિશોરભાઇ ચીખલીયાને પોતાની લોક કામગીરીના કારણે બળુભાઇ જેવું ઉપનામ પણ મળ્યું છે એમના ધર્મપત્ની અસ્મિતાબેનને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવતા આજના ચુંટણી પ્રચાર દરમિયાન ચાચાવદરડા, તરઘરી, નાનાભેલા, ચમનપર, મોટાભેલા, ભાવપર, બગસરા, વવાણીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બળુ બળવાન પુરવાર થશે તેવાં ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોના લોકો એ ભરોસો આપ્યો હતો.

- text

આ તકે પ્રચાર અર્થે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, માર્કેટ યાર્ડના મગનભાઈ વડાવિયા, માળિયા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા, જયુભા જાડેજા, જયદીપ સંઘાણી, વિજય સરડવા,નાનજીભાઈ કાવર, સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

- text