માળીયા તાલુકાના 43 ગામોમાં EVM વિશે મતદારોને સમજણ અપાઈ

- text


માળીયા મી.: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM એટલેકે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન મારફત મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે માળીયા મી. તાલુકામાં મતદારોને EVM વિશે સમજણ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી તથા મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી.ડી.ઓ. ઈલાબેન ચૌહાણ દ્વારા માળીયા મી. તાલુકાના 43 ગામોમાં ઇ.વી.એમ.નું માર્ગદર્શન-નિર્દેશન કરી મતદારોમાં સમજણ કેળવી હતી. છેલ્લા 8 દિવસથી મોરબી જિલ્લામાં ચાલી રહેલી આ કામગીરી દરમ્યાન બે-ત્રણ દિવસોમાં જ માળીયા.મી.ના 43 ગામોના મતદારોને ઇ.વી.એમ. વિશે પ્રાથમિક સમજણ અપાઈ હતી.

- text

- text