વાંકાનેરમા એક હજાર ન આપતા દંપતીને માર માર્યો

- text


એક શખ્સ સામે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં રૂ.1 હજાર ન આપતા દંપતીને એક શખ્સે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક શખ્સ સામે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારમારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રહેમાનભાઇ રહીમભાઇ બ્લોચ (ઉ.વ.૨૫ રહે, ૨૫ વારીયા, રાજકોટ રોડ ગામ વાંકાનેર) એ આરોપી પ્રકાશભાઇ વાળાભાઇ બેડવા (રહે મેસરીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.16 ના રોજ ભલગામ રોડ વાંકાનેર પાસે ફરીયાદી રીક્ષામાં બેસી જતા હતા ત્યારે આરોપીએ પોતાની ઇકો આડી રાઅી ફરીયાદી પાસે રુ.1 હજાર માંગણી કરતા ફરીયાદીએ નહી આપતા આરોપીએ ફરીયાદીને જમણા હાથે ધોકો મારી તથા તેની પત્નિ અફસાના બહેન વચ્ચે પડતા તેને બાચકા ભરી ગાળો આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text