ચુંટણી પહેલા ટંકારાના મેઘપરમાં એલસીબીનો સપાટો : રૂ. 5.64 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

- text


એક આરોપીની અટકાયત, અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યું

ટંકારા : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાંથી ચાઇના કલે (માટી) નીચે છુપાવી રાખેલ અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1880 (કી.રૂ. 5,64,000) તથા ટ્રક, મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ કી.રૂ. 15,69,000 ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી એલ.સી.બી. ટીમ ગઇકાલે નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે, મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. બન્ને મેઘપર ઝાલા, તા.ટંકારા) તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા (રહે ખીડોઇ કચ્છ)એ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નંબર RJ-21-GA-2577 માં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી ગે.કા. રીતે અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારનાર છે.

પોલીસને તેવી ચોકકસ હકિકત મળેલ હોય. જેના આધારે મેઘપર ઝાલા ગામથી બંગાવડી તરફ જતા કાચા રસ્તે સીમમાં રેઇડ કરતા ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ- 1880 (કી.રૂ. 5,64,000) ઝડપી પાડવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન 1 અને ટ્રક મળી કુલ કી.રૂ. 15,69,000/- ના મુદામાલ કબ્જે કરવામાં આવી છે.

પોલીસને રેઇડ દરમિયાન એક આરોપી સંતકુમાર રામુ રામ બીકનોઇ (રહે પોલાસ વીશનોઇયાન, તા.દેગાના, જી.નાગોર (રાજસ્થાન))ને પકડી પાડયો છે. તેમજ આ કેસમાં અન્ય ચાર આરોપીઓ બલદેવરામ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા, રવિરાજસિંહ અમરસંગ કલા, યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજાનું નામ ખૂલ્યું છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ મોરબી એલ.સી.બી.એ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text

- text