હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા દિવસે 72 ફોર્મ ઉપડ્યા

- text


તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૪૮ અને જિલ્લા પંચાયતની પાંચ સીટ માટે ૨૪ ફોર્મ ઉપડ્યા

હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ આજે મહાનગર પાલિકાઓમાં ભરાઈ ચૂકેલા ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યારે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. જ્યારે હળવદમાં પાલિકાની ચૂંટણી તો નથી પરંતુ જિલ્લા પંચાયતની ૫ સીટ અને તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું.

- text

હળવદ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે તાલુકાના પંચાયતની ૨૦ બેઠકો માટે આજે પ્રથમ દિવસે ૪૮ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે જીલ્લા પંચાયતની ૫ સીટો માટે ૨૪ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી ૨૬ અને મામલતદાર કચેરીમાંથી ૨૨ ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે આજે કુલ ૨૪ ફોર્મ ઉપડ્યા હતા. આમ, હળવદ તાલુકામાં ફોર્મ વિતરણ પહેલાં જ દિવસે મુહૂર્તમાં ૭૨ ફોર્મ ફટાફટ ઉપડી જતા આવનાર દિવસોમાં રાજકીય જંગ જામવાના એંધાણ મળી રહ્યા છે.

- text