જિલ્લા પંચાયતની ટંકારા બેઠક માટે રાજકીય ભૂકંપ સર્જાયો

- text


ભાજપે છેલ્લી ઘડીએ ટિકિટ લેઉવા પટેલને ટીકીટ આપવાની વાત કરતા મોટો ખળભળાટ

ટંકારા : મોરબી જિલ્લા પંચાયતની ટંકારા બેઠક કબજે કરવા ભાજપે કુકરી ગાંડી કરી આ બેઠક ઉપરથી લેઉવા પટેલ ઉમેદવારને લડાવવા મન બનાવી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

જીલ્લા પંચાયતની ટંકારા બેઠક ઉમેદવારને લઇ પહેલેથી ભારે વિવાદમાં રહી છે. ઉપરાંત, ભર શિયાળે પણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ખાનગી મિટીંગ બોલાવી જીલ્લા આખામાથી માત્ર આ એકજ બેઠક ઉપર તેમનુ પ્રભુત્વ હોય. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો તેના સમાજમાથી ટિકિટ આપવા માંગ કરી હતી. ત્યારે આ મુદ્દે ભારે ગરમાવો આવી ગયો હતો અને રીતસર કોને ટિકિટ આપવી એને લઈ બન્ને રાજકીય પક્ષો મૂંઝવણમા મુકાયા હતા. ત્યારે આજે રાજકીય ભૂકંપ સર્જાયો હોય એમ ભાજપે આ બેઠક લેઉવા પટેલને ટિકિટ આપી હોવાનુ જાણવા મળ્યુ છે.

- text

જો કે, કોગેસને પણ ના છુટકે આ બેઠક લેઉવા પટેલને આપવી પડશે અથવા મોટા સમાજની નારાજગી સામે આવશે. જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. ઉપરાંત, આંતરિક વર્ગવિગ્રહ થવાનુ પણ ચાલુ થઈ ગયુ હોય. આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ચકચાર જાગે તેવા સંકેતો મળી રહ્યા છે.

 

- text