માળીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપડ્યા

- text


નગરપાલિકા માટે એકપણ દાવેદાર આજે ન ફરક્યો

માળીયા (મી.): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાના આજે પ્રથમ દિવસે માળીયા તાલુકામાં અન્ય તાલુકાની સાપેક્ષ નગરપાલિકા માટે નિરુત્સાહ જોવા મળ્યો હતો.

- text

તાલુકા પંચાયતની 16 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 46 ફોર્મ ઉપડ્યા હતા. માળિયા નગરપાલિકાની 24 બેઠકો માટે આજે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું. જ્યારે મોરબી જિલ્લા પંચાયતની માળીયા તાલુકામાં આવતી 2 બેઠકો માટે આજે પ્રથમ દિવસે 7 ફોર્મ ઉપડ્યા હતા. તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણની ચાલી રહેલી કામગીરીમાં પાલિકા માટે નગરપાલિકા કચેરીએ ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરાઇ છે.

- text