વાંકાનેર : દારૂના ગુનાનો આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : આજે તા. 8ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ટીમને ખાનગીરાહે હકીકત મળતા તેઓ થાન ચોકડીએ વોચમાં હતા. આ દરમ્યાન આરોપી શૈલેષભાઈ ગભરૂભાઈ ધાંધલ (ઉ.વ. 26, ધંધો-મજુરી, રહે.કુંભારા, તા.જી. બોટાદ, હાલ રહે. નવાગામ ચોકડી, ઝાલાવાડ પોટરી, થાનગઢ, જી.સુરેન્દ્રનગર) પસાર થતા તેને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા છ માસથી પ્રોહીબીશનના ગુનામાં નાશતો-ફરતો હતો.

- text

- text