વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ, 50થી વધુ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

- text


વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ આજે મહાનગર પાલિકાઓમાં ભરાઈ ચૂકેલા ફોર્મની ચકાસણી ચાલી રહી છે ત્યારે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. વાંકાનેર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું.

- text

વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 17 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે 27 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી 12 અને મામલતદાર કચેરીમાંથી 15 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે કુલ 8 ફોર્મ ઉપડ્યા હતા.

- text