કોટનના વાયદાના ભાવમાં રૂ.૨૧૦નો ઉછાળો : ઓપન ઈન્ટરેસ્ટ ૧,૮૧,૭૫૦ ગાંસડીના સ્તરે

- text


કીમતી અને બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલ, કપાસ, સીપીઓ, રબરમાં સાર્વત્રિક સુધારો: મેન્થા તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૮૨૭ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૧૩૧૦ સોદામાં રૂ.૧૨૮૨૭.૪૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદી, તમામ બિનલોહ ધાતુઓ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૨૧૦ના ઉછાળા સાથે કોટનમાં કુલ ઓપન ઈન્ટરેસ્ટ ૧,૮૧,૭૫૦ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, સીપીઓ, રબરના વાયદા વધવા સામે મેન્થા તેલમાં નરમાઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૨૯૫૭ સોદાઓમાં રૂ.૫૨૫૧.૦૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૦૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૦૭૫ અને નીચામાં રૂ.૪૭૦૭૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦ વધીને રૂ.૪૭૦૭૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૮૩૧ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૦૦ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૯ વધીને બંધમાં રૂ.૪૬૯૪૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૨૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૩૩૩ અને નીચામાં રૂ.૬૭૨૦૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૯૯ વધીને રૂ.૬૮૦૧૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૧૮૩ વધીને રૂ.૬૭૯૮૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૧૮૨ વધીને રૂ.૬૭૯૮૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૬૪૬૩ સોદાઓમાં રૂ.૪૨૮૫.૮૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૧૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૧૬૭ અને નીચામાં રૂ.૪૧૨૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪ વધીને રૂ.૪૧૪૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૦૦ સોદાઓમાં કુલ રૂ.૨૬૭.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૩૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૪૯૦ અને નીચામાં રૂ.૨૧૩૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૦ વધીને રૂ.૨૧૪૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૮૪.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૫ વધીને બંધમાં રૂ.૯૮૪.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૮ અને નીચામાં રૂ.૯૫૧.૨ રહી, અંતે રૂ.૯૫૩.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૨૦ અને નીચામાં રૂ.૧૨૧૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ વધીને રૂ.૧૨૧૮.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૯૫૬ સોદાઓમાં કુલ રૂ.૨૫૨૨.૫૫ કરોડ ની કીમતનાં ૫૩૬૪.૮૦૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૦૦૦૧ સોદાઓમાં કુલ રૂ.૨૭૨૮.૪૬ કરોડ ની કીમતનાં ૪૦૨.૩૬૩ ટન, ક્રૂડ તેલમાં ૨૨૦૭૦ સોદાઓમાં રૂ.૧૩૩૨.૭૧ કરોડનાં ૩૨૧૫૭૦૦ બેરલ્સ, કોટનમાં ૬૧૫ સોદાઓમાં રૂ.૫૪.૫૬ કરોડનાં ૨૫૩૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૪૭૯ સોદાઓમાં રૂ.૨૦૭.૬૧ કરોડનાં ૨૧૨૦૦ ટન, મેન્થા તેલમાં ૨૪ સોદાઓમાં રૂ.૩.૭૨ કરોડનાં ૩૮.૮૮ ટન, કપાસમાં ૩૯ સોદાઓમાં રૂ.૧.૦૨ કરોડનાં ૧૬૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૬૦૪.૨૮૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૮.૩૫૬ ટન, ક્રૂડ તેલમાં ૬૯૯૩ બેરલ્સ, કોટનમાં ૧૮૧૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૧૭૧૯૦ ટન, મેન્થા તેલમાં ૭૯.૯૨ ટન અને કપાસમાં ૩૪૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૮ અને નીચામાં રૂ.૨૭૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૫ અને નીચામાં રૂ.૩૦૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૮.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૪૦ અને નીચામાં રૂ.૧૦૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૦ અને નીચામાં રૂ.૧૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૧.૨ અને નીચામાં રૂ.૧૨૧.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૦.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬.૮ અને નીચામાં રૂ.૭૪.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬ બંધ રહ્યો હતો.

- text