હળવદમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી : ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક ડાઉનલોડની સુવિધાનો પ્રારંભ

- text


મતદારોને ઇ એપીક કાર્ડ ડાઉનલોડ કરીને અર્પણ કરાયા : હળવદ મામલતદાર કચેરી ખાતે મતદાર જાગૃતિ અભિયાન હેઠળ રંગોળીના માધ્યમથી મતદારોને સમજ અપાઇ

હળવદ : દેશભરમાં ૨૫મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હળવદ ખાતે મામલતદારશ્રી હર્ષદીપ આચાર્યની વિશેષ ઉપસ્થિતીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદની શાળા નં. ૪ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, નિંબધ સ્પર્ધા અને અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદના બીઆરસી ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં હળવદ મામલતદારશ્રી હર્ષદીપ આચાર્યએ નવી પેઢીના મતદારોને મત અને મતદાનના મહત્વ અંગેનો ખ્યાલ આપ્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇ-એપીક ડાઉનલોડ કરવાની સુવિધાનો પ્રારંભ થતાં ૪૮ જેટલા મતદારોને ઇ એપીક કાર્ડ ડાઉનલોડ કરીને અર્પણ કરવામાં આવ્યા હતા.

મતદાર જાગૃતિ અભિયાન હેઠળ હળવદ મામલતદાર કચેરી ખાતે રંગોળીના માધ્યમથી મતદારોને મતની મહત્તા અને સમજ અપાઇ હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય તેમજ સ્થાનિક બીએલઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text