મોરબીની એમ. પી. શેઠ શાળાની 1996ની બેચના મિત્રોનું ગેટ ટુ ગેધર યોજાયું

- text


24 વર્ષ બાદ એકઠા થયેલા મિત્રોએ સ્કૂલ સમયની યાદોને વાગોળી

મોરબી : દરેક લોકોના જીવનમાં મિત્રોનું સ્થાન અનોખું હોય છે. કારણ કે સુખ-દુઃખમાં મિત્રો સાથ આપતા જ હોય છે. તેમાં પણ જ્યારે જુના મિત્રોને મળી ત્યારે જૂની વાતોને યાદ કરવાની મજા અલગ જ હોય છે. ત્યારે મોરબીની શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલની બેચ 1996ના મિત્રોએ ફરી સાથે મળીને જૂના દિવસોને યાદ કર્યા હતા.

મોરબી ખાતે આવેલ શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની 1996ની 12 (સાયન્સ) બેચ તા. 24/01/2021 ના દિવસે ક્લબ-36 ખાતે રી-યુનીયન (ગેટ ટૂ ગેધર)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 24 વર્ષ પછી પહેલીવાર તમામ મિત્રો હરખભેર મળ્યા હતા. મિત્રોના પરિવારજનોએ પણ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દરેક લોકોને સ્કૂલ સમયની યાદોને વાગોળી હતી. આ સાથે કાર્યક્રમમાં બાળકોને વિવિધ ગેમ્સ રમાડી ઇનામ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ ડિનર લીધા બાદ છુટા પડ્યા હતા.

- text

- text