હળવદ : “જોગણી માં” પ્રીમિયર લીગમાં ઉમિયા ચેલેન્જર્સને 13 રને હરાવી જય માતાજી ટીમ વિજેતા

- text


હળવદ એચ.પી.એલ. ગ્રુપના સહયોગથી જોગણી માં પ્રીમિયર લીગ-2021 યોજાઈ

હળવદ : હળવદ શહેરમાં આવેલ જોગણી માંના મંદિર સામે હળવદ એચ.પી.એલ. ગ્રુપના સહયોગથી પ્રિમિયર લીગ-૨૦૨૧નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ૬ દિવસ ચાલી હતી. જેમાં હળવદની જુદી-જુદી ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ જય માતાજી અને ઉમીયા ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં જય માતાજી ટીમનો ૧૩ રને ઝળહળતો વિજય થયો હતો.

હળવદ-ધાંગધ્રા રોડ પર આવેલ જોગણી માંના મંદિર સામે જોગણી માં પ્રિમિયર લીગ-૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. ૬ દિવસ રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જુદી-જુદી ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જયારે ફાઇનલમાં જય માતાજી અને ઉમિયા ચેલેન્જર્સ ટીમ સામસામે ટકરાઈ હતી. જેમાં ટોસ જીતી જય માતાજી ટીમે પ્રથમ બેટિંગ કરી ઉમિયા ચેલેન્જર્સને ૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ઉમિયા ચેલેન્જર્સ ૫૮ રન જ બનાવી શકતા ટીમ ૧૩ રને હારી ગઇ હતી. વિજેતા થયેલ જય માતાજી ટીમને ૨૫ હજારનું રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ટીમના ખેલાડીઓ દ્વારા જીત હાંસલ કરવા બદલ ટીમના માલિક બીપીનભાઈ પરમાર અને ડી. જે. રબારીએ તમામને અભિનંદન આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જય માતાજી ટીમમાં દિનેશ ભરવાડએ ખુબ સરસ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિવેક પ્રજાપતીએ ક્લાસીસ બેસ્ટમેન, પ્રકાશ વાઘેલા કેપ્ટન અને કિશોર વૈષ્ણવએ ફાઇનલ મેચમાં ૧૬ રન આપી મહત્વની ચાર વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમજ હિતેશ સિંધવએ ૨૭ રન બનાવ્યા હતા, તે જય માતાજી ટીમ માટે ખૂબ મહત્વના રહ્યા હતા.

- text

આ તકે હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, વિપુલભાઈ એરવાડીયા, હિતેશભાઈ પટેલ, પંકજભાઈ શ્રવણ, જીગ્નેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, નવઘણભાઈ રબારી, હરદેવસિંહ જાડેજા અને દિનેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આર.એસ.બી. ઉર્ફે રમેશ સોરીયા અને જોગણી માં ગ્રુપના મહેશ ગોયલ, મુન્ના પંચાસરા, કમલેશ ઠાકોર, રાહુલ ઠાકોર સહિતના ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ દસ ટીમોએ ભાગ લીધો હતો..

આસ્થા એવેન્જર્સ, મા શક્તિ ઇલેવન, શ્રદ્ધા ઇલેવન, ખોડલ ઇલેવન, મંજીલ લેવન, આર.એસ.બી. સુપર કિંગ, ભવાની વોર્યસ, જય માતાજી ઇલેવન, ઉમિયા ચેલેન્જર્સ, સરપંચ શીવીલ્યન્સ

- text