માધાપર-મહેન્દ્રપરા વીસ્તારના રોડના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

- text


મોરબી : ગઇકાલે તા. 12ને મંગળવારે વોર્ડ નં. 6ના માધાપર-મહેન્દ્રપરા વીસ્તારના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, કાઉન્સિલર મીનાબેન હડિયલ તેમજ હનીફભાઇ, સ્થાનિક આગેવાન પ્રભુભાઈ નકુમ, કરસનભાઈ હડીયલના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

આ ખાતમુર્હૂત થયેલ રોડ આશરે રૂ. એક કરોડના ખર્ચે થવાના છે. જેમાં માધાપર મેઇન રોડ, નાકાવાળી મેલડી માતાજીવાળો મેઇન રોડ, માધાપર-મહેન્દ્રપરા વચ્ચેની નહેર વાળો રોડ, માધાપર-મહેન્દ્રપરાની સી ચેનલ ગટર, કપીલા હનુમાનજી મંદિર ચોક સીસી રોડ બનશે.

આ તમામ રોડનું ખાતમુહૂર્ત માધાપર રામજી મંદિરના ચોકમાં રાખેલ હતું. આ કાર્યક્રમમાં ખાતમુર્હૂત કરનાર મહેમાનો ઉપરાંત પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વીલપરા નગરપાલિકાના અધિકારીગણ સાથે મોરબી જિલ્લા કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, મોરબી શહેર મહામંત્રી અને પૂર્વ કાઉન્સીલર એવા ભાવેશભાઈ કંઝારીયા, તેમજ રીસીપભાઈ કૈલા, મોરબી શહેર કિસાન મોરચાના પ્રમુખ કે.કે. પરમાર પૂર્વ કાઉન્સીલર અનિલભાઈ હડીયલ તથા નિર્મળાબેન હડીયલ, સ્થાનિક આગેવાન દિનુમામા, ચંદુભાઈ રામાવત, જગદીશભાઈ, મીનાબેન, રતનશીભાઈ મોહસીનભાઈ સહિતનાએ હાજર રહી આગેવાનોને ફૂલહાર કરી મોઢા મીઠા કરાવેલ હતા.

- text

વધુમાં, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તમામ ગ્રામજનોનો અને મતદારોનો આ વિસ્તારમાંથી સારી એવી મતોની લીડ અપાવેલ, તે અંગે આભાર વ્યક્ત કરેલ હતો. બાદમાં સ્થાનિક ધર્મેન્દ્રભાઈ કંજારીયા તેમજ ભાવેશભાઈ કંજારીયા તરફથી આભાર વ્યક્ત કરીને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ હતો. તેમ મોરબી શહેર કિસાન મોરચાના પ્રમુખ કે.કે.પરમાર એ યાદીમાં જણાવ્યું છે.

- text