મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં કોરોના વેક્સીનના 5000 ડોઝ ફાળવાયા

- text


મોરબી: આજે તારીખ 13 જાન્યુઆરીને બુધવારના રોજ વહેલી સવારે ખાસ ફ્લાઇટ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે કોરોના વેકસિન મુખ્ય મથકે રવાના કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા માટે 5000 ડોઝની ફાળવણી થઈ ચૂકી છે.

કોરોના વેકસિનના વિતરણના પ્રથમ રાઉન્ડમાં પુનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કુલ 77000 ડોઝ સૌરાષ્ટ્ર ઝોનને ફાળવવામાં આવ્યા છે. 2થી 8 ડીગ્રી ટેમ્પરેચર સાથે જાળવવામાં આવતી આ રસીનું જિલ્લા કક્ષાએ ફાળવણીનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છું.

- text

મોરબી જિલ્લાને હાલ પ્રથમ ચરણમાં 5000 ડોઝની ફાળવણી થઈ છે. જે જિલ્લા પંચાયત ખાતે ઉભા કરાયેલા કોલ્ડ સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતને 9 હજાર ડોઝ, રાજકોટ મહાનગર પાલિકાને 16500 ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને 5000 ડોઝ, જામનગર મહાનગર પાલિકાને 9000 ડોઝ, દેવભુમી દ્વારકા 4500 ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને 4000 ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને 16000 ડોઝ જ્યારે મોરબી જિલ્લા પંચાયતને 5000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

આ માટે અત્યારે રાજકોટ વિભાગીય સ્ટોર ખાતે 2 W/C અને 6 ILR ઉપલબદ્ધ છે. 24 કલાક વીજળી સતત મળી રહે એ માટે જનરેટરની વ્યવસ્થા ઉપલબદ્ધ કરાવાઈ છે. ફ્રીજનું તાપમાન જળવાઈ રહે એ માટે અને રસીના જથ્થાનું EVIN સોફ્ટવેર દ્વારા ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે. ઉપરોક્ત તમામ સ્ટોરેજ સ્ટોર ખાતે 24 કલાક પોલીસ પહેરો ગોઠવવામાં આવનાર છે.

 

- text