ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સભ્યોને રમતગમતના સાધનોની કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : ગઇકાલે તા. 12ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મંડળના સભ્યોને રમતગમતના સાધનોની કીટના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા યુવા રમત ગમત વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને નાકિયા સાહેબ, રવિભાઇ ચૌહાણ સિનિયર કોચ (જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ-મોરબી), સંયોજક સુખદેવભાઈ દેલવાનેયા અને મોરબી નગર સંયોજક યોગેશભાઈ સોનગ્રા અને હિમાંશુભાઈ પરમાર, તાલુકા સંયોજક રાજભાઈ પરમાર હાજર રહ્યા હતા.

- text

 

- text