ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો

- text


 

ગોલ્ડ-ગિની, બિનલોહ ધાતુઓમાં ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: સીપીઓ, કપાસ, કોટન, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૪૫૯૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૩૪૪૬૬ સોદામાં રૂ.૧૪૫૯૪.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં ઘટાડો હતો. માત્ર ગોલ્ડ-ગિનીના વાયદા ઢીલા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઘટી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, કપાસ, કોટન, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૧૧૭ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૩૩૬ અને નીચામાં ૧૫,૦૬૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્ર દરમિયાન ૨૭૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૧૧ પોઈન્ટ વધી ૧૫૨૯૬ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૩,૭૦૦ ખૂલી, ઊપરમાં ૧૩,૭૭૪ અને નીચામાં ૧૩,૬૪૫ સુધી જઈ, પ્રથમ સત્ર દરમિયાન ૧૨૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૩૨ પોઈન્ટ ઘટી ૧૩,૭૧૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૬૬૦૬૧ સોદાઓમાં રૂ.૮૭૯૧.૦૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૭૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩૯૦ અને નીચામાં રૂ.૪૮૬૩૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૬ વધીને રૂ.૪૯૨૫૩ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૬૧૦ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૧૮ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૯ વધીને બંધમાં રૂ.૪૯૨૯૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૬૦૩ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૫૨૦ અને નીચામાં રૂ.૬૩૬૦૩ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭૮ વધીને રૂ.૬૫૩૦૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૯૮૯ વધીને રૂ.૬૫૨૯૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૯૪૭ વધીને રૂ.૬૫૨૯૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૫૬૯ સોદાઓમાં રૂ.૧૮૧૧.૧૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૮૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૩૧ અને નીચામાં રૂ.૩૭૯૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ વધીને રૂ.૩૮૦૬ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૩૦૩૬ સોદાઓમાં કુલ રૂ.૩૬૮.૫૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૦૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૩૦ અને નીચામાં રૂ.૨૦૯૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ ઘટીને રૂ.૨૦૯૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૯૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ ઘટીને બંધમાં રૂ.૯૮૭.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૪ અને નીચામાં રૂ.૯૮૬.૨ રહી, અંતે રૂ.૯૮૯.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૧ અને નીચામાં રૂ.૧૧૯૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને રૂ.૧૨૦૩ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫,૪૩૦ અને નીચામાં રૂ.૧૫,૨૩૬ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪ના ભાવઘટાડા સાથે રૂ.૧૫,૨૬૭ બંધ થયો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૪૭૦૫ સોદાઓમાં કુલ રૂ.૪૪૭૭.૪૦ કરોડ ની કીમતનાં ૯૧૨૬.૩૩૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૩૧૩૫૬ સોદાઓમાં કુલ રૂ.૪૩૧૩.૬૬ કરોડ ની કીમતનાં ૬૬૫.૮૦૭ ટન, ક્રૂડ તેલમાં ૫૮૧૯ સોદાઓમાં રૂ.૩૪૦.૪૭ કરોડનાં ૮૯૩૬૦૦ બેરલ્સ, કોટનમાં ૯૬૧ સોદાઓમાં રૂ.૯૩.૩૪ કરોડનાં ૪૪૨૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૦૦૭ સોદાઓમાં રૂ.૨૭૦.૯૪ કરોડનાં ૨૭૫૪૦ ટન, મેન્થા તેલમાં ૨૮ સોદાઓમાં રૂ.૩.૪૩ કરોડનાં ૩૪.૫૬ ટન, કપાસમાં ૨૦ સોદાઓમાં રૂ.૫૦.૫૮ લાખનાં ૮૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૯૮૨.૭૨૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૬.૨૬૮ ટન, ક્રૂડ તેલમાં ૨૬૪૮ બેરલ્સ, કોટનમાં ૧૩૪૪૨૫ ગાંસડી, સીપીઓમાં ૮૫૩૦૦ ટન, મેન્થા તેલમાં ૧૫૨.૨૮ ટન અને કપાસમાં ૨૬૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૯૫ અને નીચામાં રૂ.૬૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૮ અને નીચામાં રૂ.૧૫૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૬૦ અને નીચામાં રૂ.૧૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૮૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૧ અને નીચામાં રૂ.૨૩૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૩.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩ અને નીચામાં રૂ.૮૪.૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૬.૩ ખૂલી, ઊપરમાં રૂ.૫૧.૭ અને નીચામાં રૂ.૪૦.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯.૩ બંધ રહ્યો હતો.

- text