હળવદ : આપઘાત કરનાર LRD જવાનના પરિવારને રૂ.4.21 લાખની સહાય

- text


 

મોરબી જિલ્લાના તમામ પોલીસ જવાનો દ્વારા હતભાગીના પરિવારજનોને સહાય અર્પણ કરાઈ

હળવદ : હળવદના સાપકડા ગામના અને એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા યુવાનને અગાઉ આપઘાત કરી લીધો હતો. ત્યારે તેમના પરિવારજનોની જીવન જીવમમાં મદદરૂપ થવાના હેતુથી સમગ્ર જિલ્લા પોલીસ બેડા તેમના પરિવારની વહારે આવ્યો હતો અને મોરબી જિલ્લાના તમામ પોલીસ જવાનો દ્વારા હતભાગીના પરિવારજનોને રૂ.4.21 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.

- text

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મોરબી જિલ્લા હેડ ક્વાર્ટરમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય અનિલભાઈ દાનાભાઈ ડાભીએ અગાઉ ચૂંટણી ફરજ માટે અપાયેલી રિવોલ્વરમાંથી જાતે જ ગોળી ઘરબીને આપઘાત કરી લીધો હતો.ત્યારે આ હતભાગીના પરિવારજનોની વહારે સમગ્ર મોરબી જિલ્લા પોલીસ બેડા આવ્યું છે અને આ હતભાગીના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સમગ્ર મોરબી જિલ્લાના પોલીસ જવાનો દ્વારા રૂ.4.21 લાખની રોકડ સહાય આપવામાં આવી છે.આજે સાપકડા ખાતે હતભાગીના પરિવારજનોને રૂ.4.21 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતું.આ તકે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, એસ.ઓ.જી.પીઆઇ જે.એમ.આલ, એલસીબી પીએસઆઇ ડાભી સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો હજાર રહ્યા હતા.

- text